myvillage

 રિવોલ્વર પોતાના લમણે રાખી ટ્રીગર દબાવ્યું પણ ગોળી ન છૂટી

- ૧૫ વર્ષની નોકરી છતાં આજે પણ અંગુઠા પર દંડ કરે છે

દરેક માણસને પોતાનું જીવન વ્હાલું હોય છે આથી જીવનને જાણી જોઇને ખતરામાં મુકવાનું કોઇ દુસાહસ કરતું નથી. પરંતુ છેલ્લા ૧૫ વર્ષથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા મહિપાલકુમાર એન પંડયાએ ચાર વાર મોતને આમંત્રણ આપતા કારનામાઓ કરીને પણ જિંદગી બચાવી છે. કારણ કે ખતરાઓ સાથે ખેલવું એ સ્વભાવ બની ગયો છે. સિંઘમ ફિલ્મ પછી જાબાંઝ પોલીસમેનને ભલે સિંઘમ કહેવામાં આવતા હોય પરંતુ એમ એન પંડયાને નજીકથી ઓળખનારા તેમના મિત્રો તો તેમને પહેલેથી જ સિંઘમ માને છે એક સમયે મનની ચોકકસ અવસ્થા હતી ત્યારે આ બધુ થયું હતું.
અંગુઠા પર દંડ અને માથા પર ઇંટ ફોડવાના કરતબ
પોલીસમાં એક વાર નોકરીએ લાગ્યા પછી કેટલાક પોલીસમેન લાંબા ગાળે શારીરિક ફિટનેસ ગુમાવે છે. પરંતુ ૧૫ વર્ષની નોકરી છતાં આજે પણ અંગુઠા પર દંડ કરી શકે છે અને કરાટેમાં પણ કુદરતી કરામત ધરાવે છે આ અંગે મહિપાલ પંડયા કહે છે મેં નાનપણથી જ કરાટેની કોઇ પણ પ્રકારની તાલીમ લીધી ન હતી પરંતુ યોગ અને ધ્યાનના કારણે કુદરતી રીતે જ મારૃં શરીર મજબૂત છે.
એટલું જ નહી તેઓ સળંગ ત્રણ ઇંટોને હાથની એક જ કાતરીએ તોડી પાડે છે. એટલું જ નહી માથામાં પર ઇંટ ફોડી શકે છે. તેમના રાયફલનું નિશાન એવું કે દૂરથી પણ ખાલી જતું નથી. નાનપણમાં ઘોડાગાડીની ઝડપે દોડતા ત્યારથી પોલીસની નોકરી કરવાના વિચારો આવતા હતા. કલાર્કની પરીક્ષાની જાહેરાત પડી નોકરી મળી જાય તેમ હતી પરંતુ પોલીસ સિવાયની નોકરી ખપતી ન હતી. તેમની આ ધગશ અને લગનીના કારણે જ પોલીસ બન્યા છે. હાલમાં તેઓ અમદાવાદમાં ઇસનપુર પોલીસ સ્ટેશનના પી આઇ તરીકેની જવાબદારી સંભાળે છે. તેમને પોતાની જિંદગીના પાના ખોલીને મોતને નજીકથી જોવાના કિસ્સા વર્ણવ્યા હતા.

મેં નાનપણથી જ કરાટેની કોઇ પણ પ્રકારની તાલીમ લીધી ન હતી પરંતુ યોગ અને ધ્યાનના કારણે કુદરતી રીતે જ મારૃં શરીર મજબૂત છે. જ્યારે મિત્રો સાથે આ શરારત કરી ત્યારબાદ મિત્રોએ ફરી આવું ન કરવાની સલાહ આપી
મહિપાલ પંડયા, પીઆઈ-ઈસનપુર

ડરતો ના હોવાથી મોત મારાથી બે વેંત છેટું રહ્યું
કિસ્સો-૧    
જીવનની કોઇ નાજૂક પળે પોતાના જ હાથે જ ગોળી ખોપરીમાં લાગી ગઇ ત્યારે ગોળી ખોપરીનું થોડુંક ઉપલું પડ છેદીને આરપાર નિકળી ગઇ તેમ છતાં ઉની આંચ આવી ન હતી. જા કો રાખે સાઇયાં માર શકે ના કોઇ ની વાત ન હતી જાતે જ ઉપાધી વ્હોરી લીધી હોય અને મોતને નજીક જઇને હાથતાળી આપવાના અનેક કિસ્સાઓ આ પોલીસમેનના જીવનમાં બન્યા છે.

કિસ્સો-૨
એમ એન પંડયા કહે છે એક વાર મારા નજીકના મિત્રો સાથે હું બેઠો હતો ત્યારે મૃત્યુની વાત નીકળી. બધા કહેવા લાગ્યા કે આ ઝેરના પારખા કોઇ ના કરે. મેં તરત જ મારી પાસે રહેલી ભરેલી પિસ્તોલ મારા માથા પર અડાડીને ટ્રીગર દબાવી ત્યારે મિત્રો ડરી ગયા અને શોલેના કિતને આદમી થે ના ડાયલોગની માફક ગોળી ખાલી જતા સૌ એ હાશકારો અનુભવ્યો હતો. ભવિષ્યમાં આવી શરારત કે આવું પારખું કરવાની ના પાડીને મિત્રોએ સલાહ આપી પરંતુ મને મોતનો ડર જરાં પણ લાગ્યો ન હતો.

કિસ્સો-૩
હું એકાગ્રતા માટે યોગ અને ધ્યાન તરફ પણ વળ્યો હતો.શારીરિક અને માનસિક સ્ફુર્તિ માટે યોગ ખૂબજ મહત્વના છે. આ ઉપરાંત અંબાજી પર્વતની ટોચ પર કરાટેના દાવ કર્યા હતા.આ એક એવું સાહસ હતું કે દતાત્રેયની સૌથી ટોચ પર જો થોડૂક પણ બેલેન્સમાં ગરબડ ઉભું થાય તો સીધા જ ખીણમાં બચવાના કોઇ જ ચાન્સ ન હતા.જો કે અહિં પણ આત્મ વિશ્વાસ અને નસીબ મારી સાથે હતા.



થાઈલેન્ડ ના રમતોત્સવ માં હડાળાની વિદ્યાર્થીની હરીફોને 'ખો' આપશે





Hadalabhal on Google Map


પિયત ઘઉંનું મબલખ વાવેતર : જગતાત હરખાયો


સુરેન્દ્રનગર, તા.૮
ઝાલાવાડ પંથકમાં નર્મદાની નેહરોમાં પાણી વહેતુ થતાં રવિપાકનું ચિત્ર ખુબ ઉજળુ થયુ છે. ખાસ કરીને ઝાલાવાડની અસલ ઓળખસમા ભાલીયા બ્રાન્ડનાં ઘઉંનું વાવેતર દર વર્ષ કરતા વાવેતર વધ્યુ હોવાનું ખેતીવાડી સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.
·        ગત વર્ષની તુલનાએ ભાલિયાનું વાવેતર વધ્યું
·        પિયત ઘઉંનું ૩૬ હજારથી વધુ અને બિન પિયત ઘઉંનું ૧૧૦૦ હેકટરમાં વાવેતર
જયારે પિયત ઘઉંનું વાવેતર દર વર્ષની તુલનાએ દોઢુ થયાનું જાણવા મળ્યુ છે. ઝાલાવાડમાં પિયત ઘઉંનું ૩૬ હજારથી વધુ અને બિન પિયત ઘઉંનું ૧૧૦૦ હેકટરમાં વિક્રમી વાવેતર થવા પામ્યુ છે.
શિયાળાનાં રવિ પાકમાં મુખ્ય મનાતા ઘઉં-ચણા-જીરૂ જેવા રોકડીયા પાકનું વાવેતર બેવડાયું છે. ખાસ કરીને ઝાલાવાડ અને અમદાવાદની સરહદે આવેલ ભાલ પંથકનાં રળોલ, બળોલ, નાની કઠેચી અને પાણશીણા સહિતનાં અડધો ડઝનથી વધુ લીંબડી પંથકનાં ગામોની સીમમાં ભાલીયા ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં થયુ છે.
કવોલીટીમાં શ્રેષ્ઠ મનાતા ભાલીયા ઘઉંનું ભાલ પંથકનાં ખેડૂતો સવિશેષ પ્રમાણમાં વાવેતર કરે છે. આ વાવેતરનો દિવાળી થી પ્રારંભ થઈ જાય છે. હાલ, વાવેતરનાં અંતે ભાલ પંથકમાં અંદાજે ૧૧૦૦ હેકટર જમીનમાં ભાલીયા ઘઉંનું વાવેતર થયુ હોવાનું ખેતીવાડી સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ. વધુમાં સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત વર્ષે ભાલીયા ઘઉંનું વાવેતર ફકત ૯૦૦ હેકટરથી વધુ થયાનું નોંધાયુ હતુ. પરંતુ ચાલુ સિઝનમાં આ વાવેતર ૧ર૦૦ હેકટરને આંબી જાય તો નવાઈ નહીં. આ અંગે ખેતીવાડી અધિકારી બારડે જણાવ્યુ હતુ કે, હાલ ઘઉંનાં વાવેતરની સિઝન અંતીમ તબક્કામાં છે. ત્યારે ગત વર્ષની તુલનાએ આ વર્ષે સિઝનનાં અંતીમ ચરણમાં ઘઉંનું વાવેતર દોઢગણુ વધ્યુ છે. ગ્રામ્ય પંથકમાં વહેતી નર્મદા નેહરનો લાભ પ્રાપ્ત થતાં ઘઉંનું વાવેતર આ વર્ષે વધ્યાનું અનુમાન સેવાય છે.
પિયત ઘઉંનું વાવેતર વધ્યું
ઝાલાવાડ પંથકમાં ગત વર્ષની વાવેતર સિઝનની તુલનાએ આ સિઝનમાં પિયત ઘઉંનું વાવેતરમાં નોંધપાત્ર વધારા સાથે ૩૬ હજાર હેકટરથી વધુ નોંધાયુ છે. ગત વર્ષની તુલનાએ ચાલુ સિઝનમાં વાવેતર દોઢુ થયુ હોવાનું જાણવા મળ્યુ છે. ગત વર્ષે પિયત ઘઉંનું વાવેતર અંદાજે ર૪ હજાર હેકટર નોંધાયું હતુ.આમ, ઝાલાવાડ પંથકમાં વહેતા નર્મદાના નીરનાં કારણે પિયત ઘઉંનું વાવેતર વધ્યું હોવાનું જગ તાતે જણાવ્યુ હતુ. જેના લીધે ઉત્પાદનનાં અંતે માર્કેટમાં ઘઉંનાં બજાર ભાવ ગગડવાની શકયતાઓ સેવાઈ રહી છે.
ભાલિયા બ્રાન્ડનાં ઘઉં વેચાણ માર્કેટમાં મોખરે
ઝાલાવાડ પંથકનાં અંતરીયાળ ભાલ પંથક-નળકાંઠાનાં ગામોમાં જયાં ચોમાસા બાદ બિન પિયત જમીનમાં આ અલાયદી બ્રાન્ડનાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. આ ઘઉં જમીનને ધાવીને થતાં હોય, બિન પિયત પાક તરીકે ઓળખાય છે. આ ઘઉંની વિશેષતા એ છે કે, તેમાં સામાન્ય ઘઉં કરતા મીઠાસ વધુ હોય છે. દાણો રેશમ અને લાંબો હોય છે. વેચાણ માર્કેટમાં સામાન્ય ઘઉં કરતા તેના ભાવ ડબલ કે તેથી વધુ હોય છે. ખાસ કરીને સુખી અને સંપન્ન લોકો ભાલીયા ઘઉંની સવિશેષ ખરીદી કરતા જોવા મળે છે. આથી વેચાણ માર્કેટમાં પણ અન્ય ઘઉંની તુલનામાં મોખરાનું સ્થાન ધરાવે છે.
પિયત-બિન પિયત ઘઉંનું વાવેતર (હેકટરમાં)

તાલુકો
વાવેતર (હેકટરમાં)
વઢવાણ
૩પ૦૦
મૂળી  
૧૦૦૦
સાયલા
પપ૦
ચોટીલા
૧૪પપ
ચૂડા
૩૬૦
લીંબડી
ર૬૧૦
લીંબડી
૧૦૮૦ (બિન પિયત)
હળવદ
૧૦,૦૦૦
ધ્રાંગધ્રા
૧૦,૮૦૦
પાટડી
૮૦૦
લખતર
પ૦૦૦


મીઠાપુર ખાતે રહેતા સંત તુલસીદાસ બાપુનું નિધન


બગોદરા લીમડી હાઈવે ઉપર મીઠાપુરના સંત તુલસીદાસબાપુ તા. ૧૩/ર/૧૪ના રોજ દેવપરા ગામે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. દરમિયાન તેમનું દુઃખદ અવસાન થતા સેવકો અને ગ્રામજનોએ આંચકો અનુભવ્યો હતો. સંત ના નશ્વરદેહને આજે સવારે મીઠાપુર ગામે લાવવામાં આવ્યો હતો.
• અંતિમ વિધિમાં હજારો ભક્તો સેવકો જોડાયા
મીઠાપુરમાં બાપુએ ૧૧૦ તુલસી વિવાહનું આયોજન કર્યુ હતુ. હડાળા પાસેના અણંદપરમાં રપ વર્ષ સુધી રહ્યા હતા. ત્યાર બાદ જસાપર, વખતપર, ગુંદી, ટપલપરા જેવા ગામોમાં તેઓ રહી ચુક્યા હતા. જુનાગઢમાં રાણકદેવીએ થાપો મારી પત્થરની શીલા રોકી હતી ત્યારે તુલસીદાસ બાપુ યુવાન હતા. પૂ.રામદેવપીર મહારાજે સમાધી લીધી ત્યારે પણ બાપુ હતા. કાઠીયાવાડમાં આવેલ ઉમરાળામાં બાપુ ફક્ત મગ બાફીને ખાતા હતા. જેથી મગીયા બાપુ તરીકે ભક્તો અને સેવકોમાં ઓળખાયા હતા. જુનાગઢમાં બાપુને લીલા મરચા બહુ ભાવતા હોવાથી જેથી ભક્તો તેમને મિર્ચિ બાપુ તરીકે ઓળખતા હતા. મીઠાપુર ગામમાં છેલ્લા ૧ર૦ વર્ષથી રહેતા હતા. તેમને ૧૧૦ તુલસી વિવાહનું આયોજન કર્યુ હોવાથી તેમનું નામ તુલસી બાપુ પડી ગયુ હતુ. આમ આ બાપુ ક્યાંના હતા ક્યાંથી આવ્યા હતા તેની કોઈ ચોક્કસ માહિતી મળી શકે તેમ નથી. આમ એક સંતનું નિધન થતા ઝાલાવાડ પંથકના સેવકોએ આચકો અનુભવ્યો છે.


ઘઉંનું ઉત્પાદન કરતા ભાલમાં બટેકાનું સફળ વાવેતર


હડાળાના ખેડૂતે પાંચ વિઘામાં ૬૦૦ મણ બટાકાનું ઉત્પાદન મેળવ્યું
સમગ્ર રાજ્યમાં ભાલીયા ઘઉંના ઉત્પાદન માટે ભાલ પંથક જાણીતો છે. આ વિસ્તારમાં ઘટતા જતાં ઘઉંના વાવેતરના કારણે હડાળા ગામના ખેડૂતે આ વર્ષે પાંચ વીઘા જમીનમાં બટાકાના પાકનું વાવેતરનો સફળ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં તેમને સફળતા મળતા એક વીઘે ૧૨૦ મણ જેટલુ ઉત્પાદન મેળવ્યું છે. આ ખેડૂતે ભાલ પંથકમાં ઘઉં-ચણાના એક જ પાકનું વાવેતર કરતા ખેડૂતોને પાક ફેરબદલી કરી ખેતી સાથે સમૃિધ્ધ તરફ વળવાનો નવો રાહ ચÃધ્યો છે.

લીંબડી અને ધંધૂકા તાલુકાને જોડતા ભાલ પંથકનાં ખેડૂતો વર્ષોથી મુખ્યત્વેઘઉં-ચણાનું વાવેતર કરતા આવે છે. છેલ્લા પાંચ વર્ષથી સતત ભારે વરસાદ અને હોનારત જેવી કુદરતી આપતિ તેમજ વરાપનો અભાવ જેવા કારણે છેલ્લા ત્રણ વર્ષથી એકંદરે ઘઉં-ચણાનું વાવેતર ઉપર માઠી અસરો થઇ છે. લીંબડી તાલુકાના હડાળા ગામના ખેડૂત ચંદ્રસિંહ સામતસિંહ સોલંકી તેમના છેલ્લા ચાર વર્ષથી પડતર પડયા રહેતા પાંચ વિઘાના ખેતરમાં આ વર્ષે બટાકાના પાકના પ્રયોગ રૂપે વાવેતર કયું હતું. ખેત તલાવડીની સુવિધા હોવાથી સ્પિ્રકંલ સિસ્ટમ આધારિત પિયત કરતા સઝિન પ્રારંભે એક વિઘે ૧૨૦ મણ જેટલા બટેકાના પાકનો ઉતારો આવ્યો છે. આ અંગે ચંદ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે આ ખેતરમાં તેમને કયારે પણ ૨૦ મણથી વધારે ઘઉંનું ઉત્પાદન થયું નથી. પરંતુ જિલ્લા વિકાસ અધિકારી નિરાલા, તાલુકા ખેતવાડી વિસ્તરણ અધિકારી એસ.ડી.બક્ષી અને જિલ્લા ખેતીવાડી અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમણે પાક ફેરબદલીના કારણે ખેતીમાં ઘણી સફળતા સાપડી છે.

ભાલની જમીનના સ્ટાર્ચ (સુગર)નું પ્રમાણ વધુ


હડાળામાં સમાધી સ્થળનું નવનિર્માણ સુરેન્દ્રનગર|લીંબડીતાલુકાના હડાળા (ભાલ) ગામે દલિત સમાજના


હડાળા પંથકમાં નર્મદાની કેનાલનું ઘણા સમયથી સર્વે કરાયું છે. મોટા ભાગે જમીન સંપાદન કાર્યવાહી પણ પૂર્ણ થઇ છે.જો આ વિસ્તારમાં નર્મદા કેનાલ આવે અને ખેડૂતોને પિયતનો લાભ મળે છે. ખેતીનો હરણફાળ વિકાસ થાય સાથે ખેડૂત પણ આર્થિક સમૃધ્ધ થાય. ભાલની જમીનના સ્ટાર્ચ (સુગર)નું પ્રમાણ વધુ હોવાથી જો પિયતની સુવિધા મળે તો રાજ્ય કક્ષાએ ભાલ પંથક બાગાયતી પાકમાં સારૂ એવુ ઉત્પાદન આપી શકે છે.

હડાળામાં સમાધી સ્થળનું નવનિર્માણ સુરેન્દ્રનગર|લીંબડીતાલુકાના હડાળા (ભાલ) ગામે દલિત સમાજના સંત પાઘડાનાથના શિષ્ય દાનાબાપુએ સમાધી લીધી હતી. દાનાબાપુની સમાધીસ્થળનું નવનિર્માણ, સ્થંભ આરોહણ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 8-10-2014ના રોજ યોજાયુ હતુ.ઝાંઝરકા મહંત અને સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


હેલિકૉપ્ટરમાં જાન લઈને માંડવે પહોંચ્યો ખેડૂતનો દીકરો



નરેશ વાઘેલા

આજકાલ લોકો સમાજમાં પોતાનો વટ પાડી દેવા અને લગ્નપ્રસંગને યાદગાર બનાવવા અનેક ઉપાય કરતા હોય છે અને એ માટે કરોડો રૂપિયાનું આંધણ કરતાં પણ લોકો ખચકાતા નથી. આ શ્રેણીમાં ગુજરાતના એક ખેડૂતે પોતાના પુત્રનાં લગ્નમાં હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી હોવાની ઘટના તાજેતરમાં બની હતી.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પડતા હડાળા (ભાલ) ગામના રહેવાસી હરિસિંહ સોલંકીએ પોતાના એકના એક દીકરા દશરથસિંહનાં લગ્નમાં હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી હતી. દશરથસિંહ હેલિકૉપ્ટરમાં બેસીને ભારે ઠાઠથી પરણવા માંડવે પહોંચ્યો હતો. જાન ગઈ કાલે સવારે ૯.૨૫ વાગ્યે હડાળા ગામથી માત્ર ૪૫ કિલોમીટર દૂર આવેલા વટામણ ગામે ગઈ હતી. 

હરિસિંહના નજીકના એક મિત્ર ભાઈલાલભાઈ મેરે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ધરતીપુત્ર હરિસિંહે પુત્રની હોંશ પૂરી કરવા હેલિકૉપ્ટરની વ્યવસ્થા કરી હતી. તેમને હેલિકૉપ્ટર માટેની મંજૂરી મેળવવાની તથા હેલિકૉપ્ટરના લૅન્ડિંગ અને ટેક-ઑફ માટે હેલિપૅડ બનાવવા સહિતની અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હરિસિંહે હડાળા અને વટામણ એમ બન્ને સ્થળે પોતાના ખર્ચે હેલિપૅડ બનાવ્યાં હતાં.’

વટામણના લોકોને જોણું થયું
જે ગામમાં દિવસ દરમ્યાન બસ પણ માંડ એકાદ વાર જોવા મળે છે અને દવાખાના જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી એ ગામમાં અચાનક હેલિકૉપ્ટર ઊતરી આવતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જા‍યું હતું અને લોકોનાં ટોળેટોળાં હેલિકૉપ્ટર જોવા ઊમટી પડ્યાં હતાં.

એક ગ્રામજને કહ્યું હતું કે મેં જીવનમાં ક્યારેય હેલિકૉપ્ટરને નજીકથી જોયું નહોતું. તેમની માફક ગામના મોટા ભાગના લોકોએ પણ ક્યારેય હેલિકૉપ્ટર જોયું નહોતું. પહેલી વાર તેમને હેલિકૉપ્ટર આટલી નજીકથી જોવાનો અવસર મળ્યો હતો. એ જ રીતે અચાનક ગામમાં હેલિકૉપ્ટર ઊતરતાં આજુબાજુનાં ગામના લોકો પણ આવી પહોંચ્યા હતા. આમ વરરાજાને બદલે હેલિકૉપ્ટર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

1 comment: